ગુજરાતના પોલીસ વડા આવતીકાલે ભુજમાં: લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળશે
ભુજ-કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : અંતરિયાળ અને ઔદ્યોગિક એવા કચ્છ જિલ્લામાં પોલીસ લોકોનો મિત્ર બની રહે તેમ ગુજરાતના પોલીસવડા સુધી લોકોને તેમના પ્રશ્નો પહોંચાડવાની તક મળી છે. ગુજરાતના ડીજીપી એટલે કે પોલીસ વડા વિકાસ સહાય કચ્છ આવી ર
ડીજીપી વિકાસ સહાય


ભુજ-કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : અંતરિયાળ અને

ઔદ્યોગિક એવા કચ્છ જિલ્લામાં પોલીસ લોકોનો મિત્ર બની રહે તેમ ગુજરાતના પોલીસવડા સુધી

લોકોને તેમના પ્રશ્નો પહોંચાડવાની તક મળી છે. ગુજરાતના ડીજીપી એટલે કે પોલીસ વડા વિકાસ

સહાય કચ્છ આવી રહ્યા છે અને લોકોની સાથે રૂબરૂ થશે.

ડીજીપી ગુજરાતના

X હેન્ડલ ઉપર મુકાયેલી પોસ્ટ મુજબ ગુજરાતના ડીજીપી સહાય 11મી જુલાઇએ કચ્છ આવશે. તેમણે

એમ જણાવ્યું છે કે, ફરિયાદ નિવારણ માટે નાગરિકોને તેઓ બપોરે 3 થી 4 વાગ્યા સુધી ભુજના

હરિપર વિસ્તારમાં આવેલા બોર્ડર રેન્જ પોલીસ મહાનિરિક્ષકના કાર્યાલયમાં મળી શકશે.

દરમિયાન, માહિતગારોએ

એમ જણાવ્યું હતું કે, ડીજીપી આવી રહ્યા છે. કેટલાક અરજદારો એવા હોય છે કે જેઓ ડીજીપીને

મળીને તેમની રજૂઆતો કરવા ઇચ્છતા હોય છે. સામાન્ય સંજોગોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના

પોલીસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક અને બોર્ડર રેન્જના ડીઆઇજીને

મળીને રજૂઆતો કરી શકાતી હોય છે અને ઉકેલ પણ આવતો હોય છે. આવામાં કેટલાકના સવાલો કે

રજૂઆતો માટે ડીજીપી સુધી રજૂઆત કરવાની અરજદારોની ઇચ્છા અને અનિવાર્યતા હોય ત્યારે તેવા

અરજદારો રૂબરૂમાં રજૂઆત કરી શકે છે

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande