પાટણમાં પાણીની પરબનો તૃતીય વર્ષમાં પ્રવેશ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.)પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઈબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સંયુક્ત પ્રયાસથી શરૂ થયેલી પાણીની પરબ હવે તૃતીય વર્ષમાં પ્રવેશી છે. જીમખાના દરવાજા પાસે આવેલી આ પરબ હર્ષાબેન ભરતભાઈ અને અન્ય દાતાઓના સહયોગથી સતત કાર્યરત છે.

પાટણના પશ્ચિમ વિસ્તાર અને આસપાસના ગામોના નાગરિકો માટે આ પરબ આશીર્વાદરૂપ બની છે, જ્યાં છેલ્લા બે વર્ષથી 24 કલાક શુદ્ધ અને ઠંડું પાણી ઉપલબ્ધ છે. મુસાફરો, વિદ્યાર્થીઓ તથા જિમખાનામાં રમત રમતા ખેલાડીઓ આ પરબની નિયમિત રીતે સેવા લે છે.

મુલાકાતીઓની સુવિધા માટે દાતાઓ દ્વારા બેંચો મૂકવામાં આવી છે. આજે નગર સેવાસદનના પ્રમુખ હિરલબેન પરમાર તથા કોર્પોરેટર મનોજભાઈ પટેલના હસ્તે છાંયો આપવા માટે ઘનછાંયાવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હાજર મહેમાનો અને સ્થાનિક રહીશો દ્વારા પરબના તૃતીય વર્ષ પ્રવેશનો હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લાઈબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરા, મંત્રી મહાસુખભાઈ મોદી, અને વૃક્ષારોપણના દાતા ભરતભાઈ ભાટિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પરબના સતત યથાવત રહેલા કાર્યને વધાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande