7500 થી વધુ યાત્રાળુઓનો નવો સમૂહ, અમરનાથ યાત્રા માટે રવાના
જમ્મુ, નવી દિલ્હી, ૦8 જુલાઈ (હિ.સ.) મંગળવારે સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 7500 થી વધુ યાત્રાળુઓનો નવો સમૂહ, શ્રી અમરનાથ યાત્રા માટે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 38 દિવસની યાત્રા 3 જુલાઈના રોજ ખીણમાંથી બે માર્ગો દ્વારા શરૂ થઈ હતી, અન
અમરનાથ યાત્રા


જમ્મુ, નવી દિલ્હી, ૦8 જુલાઈ (હિ.સ.) મંગળવારે સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 7500 થી વધુ યાત્રાળુઓનો નવો સમૂહ, શ્રી અમરનાથ યાત્રા માટે રવાના થયો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, 38 દિવસની યાત્રા 3 જુલાઈના રોજ ખીણમાંથી બે માર્ગો દ્વારા શરૂ થઈ હતી, અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબો નૂનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં 14 કિમી લાંબો પરંતુ વધુ ઢાળવાળો બાલટાલ માર્ગ. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તેમણે કહ્યું કે યાત્રા શરૂ થયા પછી, 94,000 થી વધુ યાત્રાળુઓએ શ્રી અમરનાથ ગુફામાં કુદરતી રીતે રચાયેલા શિવલિંગ (હિમલિંગ) ની પૂજા કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, 5,516 પુરુષો અને 1,765 મહિલાઓ સહિત 7,541 યાત્રાળુઓનો સાતમો સમૂહ આજે સવારે 2.55 થી 4.05 વાગ્યાની વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવતી નગર બેઝ કેમ્પથી 309 વાહનોમાં કાશ્મીરના બંને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો.

તેમણે કહ્યું કે, 148 વાહનોમાં 3,321 યાત્રાળુઓને લઈને પહેલો કાફલો ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર લાંબા બાલટાલ રૂટ માટે રવાના થયો હતો. આ પછી, 161 વાહનોમાં 4,220 યાત્રાળુઓનો બીજો કાફલો અનંતનાગ જિલ્લામાં 48 કિલોમીટર લાંબા પરંપરાગત પહેલગામ રૂટ પરથી મુસાફરી કરી રહ્યો છે.

2 જુલાઈના રોજ જમ્મુમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ યાત્રાને લીલી ઝંડી બતાવી, ત્યારથી અત્યાર સુધીમાં કુલ 47,902 યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી ખીણ માટે રવાના થયા છે. નોંધણી માટે કાઉન્ટર પર ભારે ભીડ છે. ભીડ ઘટાડવા માટે અધિકારીઓએ કાઉન્ટરોની સંખ્યા 12 થી વધારીને 15 કરી છે અને દૈનિક ક્વોટા પણ 4,100નો કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande