કોંગ્રેસ ધારાસભ્ય સુબ્બા રેડ્ડીના ઘર સહિત બેંગલુરુમાં 5 જગ્યાએ ઈડીનો દરોડો
બેંગલુરુ/દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.): વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા)ના ઉલ્લંઘનના આરોપમાં અમલદારી નિર્ધારીત સંસ્થા (ઈડી)એ ગુરુવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય બી. સુબ્બા રેડ્ડીના નિવાસસ્થાન સહિત બેંગલુરુમાં કુલ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે. ચિકબલ્લા
કોંગ્રેસના ધારાસભ્ય સુબ્બા રેડ્ડી


બેંગલુરુ/દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.): વિદેશી મુદ્રા વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા)ના ઉલ્લંઘનના આરોપમાં અમલદારી નિર્ધારીત સંસ્થા (ઈડી)એ ગુરુવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય બી. સુબ્બા રેડ્ડીના નિવાસસ્થાન સહિત બેંગલુરુમાં કુલ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે. ચિકબલ્લાપુર જિલ્લાના બાગેપલ્લી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા સુબ્બા રેડ્ડીના નિવાસ, તેમના પરિવારજનોની મિલકતો અને તેમના વ્યવસાયિક ભાગીદારોના પરિસરોમાં તલાશી લેવામાં આવી છે. મલેશિયા, હોંગકોંગ અને જર્મનીમાં આવેલા બેંક ખાતાઓ અને વિદેશી સંપત્તિઓ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, વિદેશી લેવડદેવડ અને રોકાણ સંબંધિત મહત્વના દસ્તાવેજો મળવાની શક્યતા હોવાને કારણે ઈડીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્યના પરિવારજનો સામે પણ તપાસ ચાલુ છે. વિસ્તૃત માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande