જેએનયૂમાં ભારતીય જ્ઞાન પરંપરાઓ પર પ્રથમ વાર્ષિક પરિષદ
નવી દિલ્હી, 10 જુલાઇ (હિ.સ.)। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ગુરુવારના રોજ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયૂ) ખાતે આયોજિત ભારતીય જ્ઞાન પરંપરાઓ (IKS) પર પહેલી વાર્ષિક શૈક્ષણિક પરિષદમાં સંબોધન આપ્યું. તેમણે ભારતીય જ્ઞાન પરંપરાની સમૃદ્ધિ અને વૈશ્વિક મહત્વને રેખાંકિત કરતાં દેશમાં બૌદ્ધિક વારસા પર ગર્વ કરવાની અપીલ કરી. પરિષદ દરમિયાન ભારતની પ્રાચીન બૌદ્ધિક પરંપરાઓને આધુનિક સંશોધન અને શૈક્ષણિક વ્યવસ્થાઓ સાથે જોડવા માટે વ્યાપક ચર્ચા કરવામાં આવી.
આ અવસરે ઉપરાષ્ટ્રપતિએ જર્મન વિદ્વાન મેક્સ મૂલરનું ઉદ્ધરણ આપીને ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને શાશ્વત સત્યની અભિવ્યક્તિ તરીકે ઓળખાવી. તેમણે જણાવ્યું કે ઘણા સમય સુધી પશ્ચિમના સિદ્ધાંતોને વૈશ્વિક સત્ય તરીકે રજૂ કરવામાં આવ્યા, જ્યારે ભારતની દેશી જ્ઞાન પરંપરાઓ તરફ નકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો. આઝાદી પછી પણ આ માનસિકતા અમુક હદ સુધી ચાલુ રહી.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત માત્ર 20મી સદીના મધ્યમાં ઉભેલી રાજકીય રચના નથી, પરંતુ તે એક નિત્ય સભ્યતા ધરાવતી સંસ્કૃતિ છે, જે જાગૃતિ, સંશોધન અને જ્ઞાનની વહેતી નદી રૂપે આજે પણ પ્રવાહિત છે. તેમણે તક્ષશીલા, નાલંદા, વિક્રમશીલા, વલ્લભી અને ઓદંતપુરી જેવા પ્રાચીન વિશ્વવિદ્યાલયોની ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ માત્ર શૈક્ષણિક કેન્દ્રો નહીં, પરંતુ વૈશ્વિક જ્ઞાન સમુદાય માટે પ્રેરણાનું સ્ત્રોત હતાં.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્ઞાન ફક્ત પાંદુલિપિઓમાં નહીં પણ સમુદાયોની પરંપરાઓ, રીતરિવાજો અને પેઢી પેઢી ના અનુભવોમાં પણ વસેલું હોય છે. તેમણે ભારતીય જ્ઞાન પરંપરા સંશોધન તંત્રમાં લખાયેલ શબ્દો અને જીવંત અનુભવો બંનેને સમાન મહત્વ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ધનખડએ કહ્યું કે, ભૂતકાળનું જ્ઞાન નવીનતામાં અવરોધ નથી, પણ પ્રેરણાનું સ્ત્રોત છે. આધ્યાત્મિકતા અને ભૌતિકતા વચ્ચે સંવાદ શક્ય છે. આધ્યાત્મિક અંતર્દૃષ્ટિ અને વૈજ્ઞાનિક ચોકસાઈ બંને એકસાથે અસ્તિત્વમાં રહી શકે છે.
આ અવસરે કેન્દ્રીય પોર્ટ્સ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોઅવાલ, જેએનયૂની કુલપતિ પ્રો. શાંતિશ્રી પંડિત સહિત ઘણા અગ્રણી
ઓ હાજર રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ