- નાગરિક ઉડ્ડયન મંત્રાલયે, વધુ વિગતવાર તપાસ કરવા અને સુરક્ષા પગલાં કડક બનાવવા સૂચનાઓ આપી છે
નવી દિલ્હી, 08 જુલાઈ (હિ.સ.). એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) એ, 12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનનો તપાસ અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપરત કર્યો છે. આ અહેવાલ તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે, તેથી વિમાન દુર્ઘટનાનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. અહેવાલ મળ્યા પછી, મંત્રાલયે વધુ વિગતવાર તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષા પગલાં કડક બનાવવા સૂચનાઓ આપી છે.
સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર એઆઈ 171 ના ક્રેશ અંગેનો તપાસ અહેવાલ બ્યુરોના પ્રારંભિક મૂલ્યાંકન અને તારણો પર આધારિત છે. આ અહેવાલ આ અઠવાડિયાના અંતમાં જાહેર કરવામાં આવશે. તપાસ દરમિયાન, બ્લેક બોક્સ, કોકપીટ વોઇસ રેકોર્ડર (સીવીઆર) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (એફડીઆર) ના વિશ્લેષણને પણ આધાર બનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ સમગ્ર તપાસનો અંતિમ નિષ્કર્ષ નથી, પરંતુ તેનાથી સંબંધિત તથ્યો અને સંભવિત કારણોની રૂપરેખા છે.
રિપોર્ટ મળ્યા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વધુ વિગતવાર તપાસ અને સુરક્ષા પગલાં વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. એએઆઈબી હવે એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે, જેમાં વધુ સાક્ષીઓના નિવેદનો, ટેકનિકલ મૂલ્યાંકન અને નિષ્ણાતોના અભિપ્રાયનો સમાવેશ થશે.
હકીકતમાં, અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનને 12 જૂનના રોજ ટેકઓફ થયા પછી તરત જ અકસ્માત થયો હતો, જેમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર ઘાયલો સહિત કુલ મૃતકોની સંખ્યા 260 હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ