રાંચીમાં પૂર્વી પ્રદેશીય પરિષદની 27મી બેઠક શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રી હાજર
રાંચી/દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) : રાજ્યની રાજધાની રાંચી સ્થિત હોટેલ રેડિસન બ્લૂમાં પૂર્વી પ્રદેશીય પરિષદની 27મી બેઠક ગુરુવારે શરૂ થઈ ગઈ છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે. બેઠકમાં ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્
રાંચીમાં પૂર્વી પ્રદેશીય પરિષદની 27મી બેઠક શરૂ, કેન્દ્રીય ગૃહમંત્રી હાજર


રાંચી/દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) : રાજ્યની રાજધાની રાંચી સ્થિત હોટેલ રેડિસન બ્લૂમાં પૂર્વી પ્રદેશીય પરિષદની 27મી બેઠક ગુરુવારે શરૂ થઈ ગઈ છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે. બેઠકમાં ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના મુખ્ય નેતાઓ હાજર રહ્યા છે.

બેઠક શરૂ થવા પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુલદસ્તો અને પ્રતિક ચિહ્ન આપી સ્વાગત કર્યું હતું.

બેઠકમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપરાંત બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મંત્રી વિજય ચૌધરી, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, ઉપમુખ્યમંત્રી પાર્વતી પરીડા, મંત્રી મુકેશ મહાલિંગ અને પશ્ચિમ બંગાળ રાજ્યના પ્રતિનિધિ તરીકે ત્યાંની નાણામંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્ય ઉપસ્થિત છે. આ બેઠકમાં કુલ 20 પ્રસ્તાવો પર ચર્ચા થવા

ની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande