માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય”: કચ્છમાં વસતિ સ્થિરતા લાવવા કાર્યક્રમો
ભુજ-કચ્છ, 8 જુલાઈ (હિ.સ.) વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં કરવામાં આવશે. દરમિયાન વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવશે. કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય માળખા દ્વારા વસતિમાં સ
વસતિ ગણતરી પૂર્વે જાગૃતિ કાર્યક્રમોનું વિશેષ આયોજન


ભુજ-કચ્છ, 8 જુલાઈ (હિ.સ.) વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં કરવામાં આવશે. દરમિયાન વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવશે. કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય માળખા દ્વારા વસતિમાં સ્થિરતા લાવવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં તા.૧૧ જુલાઈ થી ૧૮ જુલાઈ દરમિયાન રાજ્યમાં માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” થીમ હેઠળ કચ્છમાં “વિશ્વ વસ્તી દિવસ” ઝુંબેશની ઉજવણી કરવામાં આવશે.

વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી આપવા તથા કોન્ટ્રાસેપ્ટીવ યુટીલાઇઝેશન વધારવા બાબતે, લગ્ન નિયત ઉંમર બાદ કરવા, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહી, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાગી વિકાસમાં નાના કુટુંબોનો ફાળો વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવશે તથા કુટુંબ નિયોજન સેવાઓ IUCD Insertion, Contraceptive injectable MPA, tubectomy, Vasectomy જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનાં માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવશે. આરોગ્ય સુખાકારીની એક ઝુંબેશ ચલાવાશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી એ જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરેલ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે. કુટુંબ નિયોજન મહત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરીસંવાદો, ઘરે-ઘરે મુલાકાતો લઈ યોગ્ય સગર્ભાવસ્થાના અંતરના ફાયદાઓ વિશે પરિવારોને માહિતગાર કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande