સુરત એરપોર્ટ પર મધમાખીઓનો હુમલો: ઈન્ડિગોની જયપુર ફ્લાઇટ એક કલાક સુધી વિલંબિત
સુરત, 8 જુલાઈ (હિ.સ.)-સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર, 7 જુલાઈએ એક અનોખી ઘટના સર્જાઈ હતી, જ્યારે મધમાખીઓના ઝુંડએ ઇન્ડિગો એરલાઈન્સની જયપુર જતી ફ્લાઇટ પર હુમલો કર્યો હતો. આ મધમાખીઓ સીધી વિમાનના લગેજ ડોર પર જઈને ચોટાઈ ગઈ હતી, જેના કારણે ડ્રોઅર બંધ ન થ
સુરત


સુરત, 8 જુલાઈ (હિ.સ.)-સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર, 7 જુલાઈએ એક અનોખી ઘટના સર્જાઈ હતી, જ્યારે મધમાખીઓના ઝુંડએ ઇન્ડિગો એરલાઈન્સની જયપુર જતી ફ્લાઇટ પર હુમલો કર્યો હતો. આ મધમાખીઓ સીધી વિમાનના લગેજ ડોર પર જઈને ચોટાઈ ગઈ હતી, જેના કારણે ડ્રોઅર બંધ ન થઈ શકતાં ટેકઓફમાં વિલંબ થયો.

સાંજના 4:20 વાગે રોઆના થવાની તૈયારીમાં રહેલી ફ્લાઈટને મધમાખીઓના કારણે સ્થગિત રાખવી પડી. એરપોર્ટના ગ્રાઉન્ડ અને ઓપરેટિંગ સ્ટાફ દોડી આવ્યો અને મધમાખીઓને ભગાડવાના પ્રયાસો કર્યા. શરુઆતમાં ધુમાડો કરવાની રીત અપનાવવામાં આવી હતી, પણ તેનો કોઈ અસર ન થતા અંતે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો, જેના પરિણામે મધમાખીઓ ધીરે ધીરે દૂર થઈ. આખી પ્રક્રિયા દરમિયાન વિમાનના મુસાફરો વિમાનમાં જ અટવાઈ રહ્યા હતા અને લગભગ એક કલાક સુધી અજાણ આશંકામાં અકળાઈ ગયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande