ગીર સોમનાથ, 8 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૧૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં ૧૬.૨૪ ઇંચ અને સૌથી ઓછો કોડીનાર તાલુકામાં ૯.૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના વરસાદની વાત કરીએ તો, તા.૭-૭-૨૦૨૫ને સાંજના ૪ વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ વરસાદમાં તાલાલામાં ૧૬.૨૪ ઇંચ, ઉનામાં ૯.૬ ઇંચ, કોડિનારમાં ૯.૪ ઇંચ, સુત્રાપાડામાં ૧૬.૦૪ ઇંચ, વેરાવળ-પાટણમાં ૧૧.૬ ઇંચ અને ગીર ગઢડામાં ૧૦.૪૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૧૨ ઇંચથી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ કોડીનાર તાલુકામાં નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ