જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી
ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન આજે કોડિનાર તાલુકાના પીપળી ગામે આકસ્મિક તપાસ કરતાં ગોડાઉનની જગ્યાએ લૂઝ કટ્ટા મળી આવ્યાં હતાં. આ અંગેની તપાસ કરતા તેમજ જરૂરી બિલોની ચકાસણી હાથ ધરતાં બીલો સિવાયનો ૮,૧૦૦
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી


ગીર સોમનાથ 8 જુલાઈ (હિ.સ.)

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન આજે કોડિનાર તાલુકાના પીપળી ગામે આકસ્મિક તપાસ કરતાં ગોડાઉનની જગ્યાએ લૂઝ કટ્ટા મળી આવ્યાં હતાં.

આ અંગેની તપાસ કરતા તેમજ જરૂરી બિલોની ચકાસણી હાથ ધરતાં બીલો સિવાયનો ૮,૧૦૦ કિ.ગ્રા ઘઉનો જથ્થો, ૬,૧૦૦ કિ.ગ્રા. ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.૩,૯૧,૫૦૦ થાય છે.

આ આવશ્યક ચીજવસ્તુનો શંકાસ્પદ જથ્થો ગણી સીઝ કરી પુરવઠા ગોડાઉન, કોડિનાર ખાતે સોંપવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande