પાકના વાવેતર માટે ખેડૂતોને, પ્રતિ હેક્ટર પ્રથમ વર્ષે રૂ. ૨૯૦૦૦ તથા બાકીના ચાર વર્ષ માટે રૂ.૧૦૫૦૦ સહાય મળશે
જુનાગઢ 8 જુલાઈ (હિ.સ.) નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ અને ઓઈલ પામ યોજના અન્વયે ખેડૂતોને ઓઈલ પામના વાવેતરમાં સહાય મળે છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેનું અમલીકરણ થાય છે. પામોલીન ઓઈલ એ પામ નામનાં
પાકના વાવેતર માટે ખેડૂતોને, પ્રતિ હેક્ટર પ્રથમ વર્ષે રૂ. ૨૯૦૦૦ તથા બાકીના ચાર વર્ષ માટે રૂ.૧૦૫૦૦ સહાય મળશે


જુનાગઢ 8 જુલાઈ (હિ.સ.) નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ અને ઓઈલ પામ યોજના અન્વયે ખેડૂતોને ઓઈલ પામના વાવેતરમાં સહાય મળે છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેનું અમલીકરણ થાય છે. પામોલીન ઓઈલ એ પામ નામનાં ઝાડમાંથી મળે છે. પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. તેમાં બનાવેલ ફૂડ તથા તેમાં બનાવેલ ફૂડ પ્રોડક્ટ લાંબા સમય સુધી બગડતી નથી.અને આ તેલની ખાસયિત છે. પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. આપણા દેશમાં હાલમાં આ તેલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે.જેના કારણે આપણે વધુ વિદેશી હુંડિયામણ ખર્ચ કરવો પડે છે.અને તેનો લાભ ખેડૂતોને મળી શકે તેવા પ્રયાસના ભાગરૂપે સહાય યોજના અમલી છે.ઓઈલ પામ એકર દીઠ ઘણી સારી આવક આપતો પાક છે. ખેડૂતોને આ પાકના વાવેતર માટે સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં પ્રિ-યુનિક કંપનીને માન્યતા છે. પાકના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્રથમ વર્ષે રૂ. ૨૯૦૦૦ તથા બાકીના ચાર વર્ષ (વર્ષ માટે) રૂ.૧૦૫૦૦ છે. જે પ્રતિ વર્ષ આંતરપાક તથા નિભાવણી ખર્ચ પેટે સહાય રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ વધુ વિગતો માટે પ્રિ- યુનિક કંપનીના મો.નં.૯૧૫૪૧૯૭૯૭૫ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી,સરદાર બાગ પાસે,નીલમબાગ,લઘુકૃષિભવન જુનાગઢ (ફોન નં:-૦૨૮૫- ૨૬૩૫૦૧૯), ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા એક અબખારી યાદીમાં જણાવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande