જૂનાગઢ, 8 જુલાઈ (હિ.સ.)જૂનાગઢ જિલ્લાના વધાવી ગામ પાસેથી જાગૃત નાગરિકનો ૧૮૧ હેલ્પલાઈન પર ફોન આવતા જાણવા મળ્યુ હતું કે, એક અજાણી બાળકી મળી આવેલ છે. જેની મદદ માટે ૧૮૧ ફરજ બજાવતા કાઉન્સેલ ખુશાલી ગોહિલ,મહિલા પોલીસ અસ્મિતાબેન ગોંડલીયા, પાયલોટ રાહુલભાઈ ખાવડું ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
બાળકી સાથે રૂબરૂ વાતચીત કરતા એ જણાવેલ કે તે ઉત્તરપ્રદેશના રહેવાશી હતા. બાળકીના જણાવ્યા મુજબ એના મમ્મી એને બસમાંથી ઉતારી દીધી હતી. ત્યાર બાદ હોટલે પર હાજર જાગૃત નાગરિકે ૧૮૧ માં ફોન કરી ને બાળકી માટે મદદ માંગી હતી. બાળકીની કઈ પણ ઓળખ આપતી ના હોય અને આજુબાજુમાં રહેતા મજુરો ને પૂછપરછ કરવામાં આવ્યુ હતુ. પરતુ કોઈ ઓળખતું ન હતુ. તેની ઉમર ૧૨- ૧૪ અંદાજે જણાતી હોય બાળકી ને આશ્રય ની જરૂર હોય જેથી શિશુમંગલ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ