પાટણમાં 66 નવા શિક્ષણ સહાયકોની નિમણૂક સાથે, શિક્ષણ ક્ષેત્રે નવા યોગદાનનો આરંભ
પાટણ, 8 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 66 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. એસ.એમ. દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ, માતરવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષકોને ભલામણપત્રો અને નિમણૂક હુકમોનું વિતરણ કર
પાટણમાં 66 નવા શિક્ષણ સહાયકોની નિમણૂક સાથે શિક્ષણ ક્ષેત્રે નવા યોગદાનનો આરંભ


પાટણ, 8 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 66 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. એસ.એમ. દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ, માતરવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષકોને ભલામણપત્રો અને નિમણૂક હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યના કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો અપાયા હતા. કાર્યક્રમમાં શિક્ષક સંઘ, શિક્ષણ અને વહીવટી સંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ નિમણૂકોથી જિલ્લાની બિન-સરકારી અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે અને શિક્ષણ કાર્ય વધુ અસરકારક બનશે. જિલ્લા શિક્ષણાધિકારી તથા અન્ય મહાનુભાવોએ નવનિયુક્ત શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની ભૂમિકા વિષે આશા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande