જિલ્લામાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ.
પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ
જિલ્લામાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ.


પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37 ની પેટા કલમ-3 થી પોરબંદર જિલ્લા અધિક કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે અનુસાર સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.12/07/2025 થી તા.25/07/2025 સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા મનાઇ ફરમાવવામાં આવી છે.

આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઈને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો, ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો તથા સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તેમજ આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-135 ની પેટા કલમ-3 મુજબ રૂા. 200/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા.2,500/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂ.5,000/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande