નવસારી, 8 જુલાઈ (હિ.સ.)-નવસારી શહેર તથા જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવસારી જીલ્લામાં લાગતા સ્ટેટ હાઈવે રસ્તાઓના રીપેરીંગની કામગીરી તથા પાણી ભરાવના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી .
નવસારી જિલ્લામાં વરસાદને કારણે જે સ્ટેટ હાઈવે રસ્તા ખરાબ થયા હતા તે રસ્તાઓને રિપેરિંગ કરવાનું કામ સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખારેલ ટાંકલ બોળવાંક ધોળીકુવા સ્ટેટ રોડ , સાનવેલ ટાંકલ રાનકુવા રૂમલા રોડ , સુરત સચિન નવસારી રોડ અને નવસારી ગણદેવી બીલીમોરા રોડ પર ડેમેજને આઈડેનટીફાઈ કરીને રસ્તાઓને મરામતની કામગીરી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે