સાંદીપની ખાતે ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે.
પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-2014 થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ
સાંદીપની ખાતે ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે.


પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ-2014 થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા, બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષણમાં નૂતન પ્રકાલ્પોથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે.જેમાં આ વર્ષે પણ પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં તા.08-07-2025 થી 09-07-2025એમ બંને દિવસોમાં અનુક્રમે શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રદર્શની, શૈક્ષણિક સંવાદ તેમજ ગુરુ ગૌરવ અવોર્ડ સમારોહ યોજાશે. એ પછીના દિવસે તા. 10-07-25ના રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થશે. ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ અંતર્ગત તા.08-07-25, મંગળવારના રોજ સવારે 11થી બપોર પછી 3:30સુધી સાંદીપનિ વિદ્યાનિકેતનની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભાવપૂજન માટે ચયનિત થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓની પ્રદર્શની યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 માં બાલવાટિકા અને ધો.1 અને રમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તા.09-07-25, બુધવારના રોજ સવારના સત્રમાં 9:30 થી 12:30 દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં મુખ્ય ત્રણ એવોર્ડી મહાનુભાવ તથા જેઓને વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થવાનું છે તેઓ પોતાના જીવનના શૈક્ષણિકક્ષેત્રમાં કરેલા કાર્યોના અનુભવ વ્યક્ત કરશે. સત્રના અંતમાં પૂજ્ય ભાઈશ્રી આશીર્વચન પાઠવશે.. બપોરપછીના સત્રમાં 4:00 થી 6:30 દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થશે. જેમાં ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં પ્રતિવર્ષ ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે મુખ્ય ત્રણ એવોર્ડ સિવાય અન્ય બે મહાનુભાવોનું વિશિષ્ટ સન્માનથી ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષેના મહાનુભાવોમાં ભગુભાઈ નાગરજી મુ.અજરાઈ, તા.ગણદેવી, જી. નવસારીને લાઈફટાઈમ એચીવમેન્ટ અવોર્ડથી, તેમજ મહેન્દ્રસિંહ પરમાર- ભાવનગરને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી તથા મૈત્રી વિદ્યાપીઠ-સુરેન્દ્રનગરનું ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ સિવાય આ વર્ષે સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાસ્ત્રી ચંદ્રકાંત કપિલાશંકર ભટ્ટનું તેમજ પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા હિરેનભાઈ ભટ્ટનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથેજ સરકારી પ્રાથમિક શાળામાં નિમ્ન પ્રાથમિક વિભાગમાં નવીશિક્ષણનીતિ અનુસાર નવી પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ શિક્ષણ આપનારા ગુજરાતના તમામ જીલ્લામાંથી એક શિક્ષક એમ 34 જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે.આ બંને દિવસના કાર્યક્રમનો લ્હાવો લેવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. આ બંને દિવસનો કાર્યક્રમ sandipani.tv યુ ટ્યુબ ચેનલના માધ્યમથી લાઈવ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande