ચોમાસાની મોળી મોસમમાં બજારમાં જઈને આ ભાજી
અમરેલી, 8 જુલાઈ (હિ.સ.) ચોમાસાની શરુઆત સાથે કુદરતની ગોદ ખીલવા લાગે છે. મેઘરાજા પધારતાં જ પર્વત, જંગલ અને મેદાન હરિયાળાં થઈ જાય છે. એવી જ એક અનોખી અને ઔષધિય ગુણોથી ભરપૂર ભાજી છે – વાસેટી. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જ ઉગતી આ ભાજી ખાસ કરીને સૌરાષ્ટ્ર
ચોમાસાની મોળી મોસમમાં બજારમાં જઈને આ ભાજી


અમરેલી, 8 જુલાઈ (હિ.સ.)

ચોમાસાની શરુઆત સાથે કુદરતની ગોદ ખીલવા લાગે છે. મેઘરાજા પધારતાં જ પર્વત, જંગલ અને મેદાન હરિયાળાં થઈ જાય છે. એવી જ એક અનોખી અને ઔષધિય ગુણોથી ભરપૂર ભાજી છે – વાસેટી. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જ ઉગતી આ ભાજી ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં, ખાસ તો ગીર કાંઠાના જંગલ વિસ્તારમાં પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે.

મુકેશ ખસિયા આયુર્વેદિક ડૉક્ટર જણાવ્યું કે વાસેટી ભાજી કોઇ સાવ સામાન્ય ભાજી નહીં પરંતુ ગીરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ ભાજી એક ઔષધિય ભોજન છે.

ચોમાસાની શરૂઆતમાં જમીનમાં ભેજ પડતાં જ આ ભાજી કુદરતી રીતે ઉગે છે. એની પાંખડી જેવી પાતળી પાંદડીઓ હોય છે અને ખાસ મજાની સુગંધ ધરાવે છે.

વાસેટી માત્ર રુચિપ્રદ ભોજન નથી પરંતુ આરોગ્ય માટે પણ ઉત્તમ છે. પાચનશક્તિ વધારવી હોય, શરદી-ઉધરસ કે તાવ જેવા લક્ષણો દૂર કરવા માટે ઉપયોગી છે. આયુર્વેદમાં પણ વાસેટીનો ઉપયોગ થાય છે. સ્થાનિક લોકો એકરાયે માને છે કે જો ચોમાસામાં ત્રણ વાર વાસેટી ભાજી ખાઈ લો તો આખું વર્ષ બીમારીઓથી બચી શકો છો.

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વાસેટી ભાજીનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો જેટલો બોલાવાઈ રહ્યો છે. ગીરના અંદરના વિસ્તારોમાંથી મહિલાઓ અને સ્થાનિક લોકો આ ભાજી એકત્ર કરીને બજારમાં વેચવા લાવે છે. કેમ કે આ ભાજી માત્ર ચોમાસામાં મળતી હોય છે અને ઘટતું પ્રમાણમાં ઉપજતી હોય છે, એ કારણે તેની માંગ વધુ અને પુરવઠો ઓછો રહે છે. જેથી ભાવ થોડો ઊંચો હોવા છતાં લોકો ઉત્સાહપૂર્વક ખરીદી કરે છે.

કેટલાય સ્થાનિક લોકો માટે વાસેટી ભાજી આવકનું સાધન પણ છે. જંગલમાંથી ભાજી એકત્ર કરીને ગ્રામ્ય બજારમાં વેચતા લોકો રોજગારી મેળવી શકે છે. આ રીતે વાસેટી ભાજી માત્ર સ્વાસ્થ્ય માટે નથી, પણ ગ્રામ્ય આર્થિકતંત્રનો પણ એક અઘત ભાગ બની છે.

ચોમાસામાં હરીયાળું સૌરાષ્ટ્ર અસંખ્ય વનઉપજોથી ભરપુર બને છે. તેમાં વાસેટી ભાજી એક અનોખી ભેટ સમાન છે – ઓછી ઉપલબ્ધિ, વધુ લાભદાયક. અહીની જનતાએ જે રીતે આ ભાજી સાથે પોતાનું સ્વાસ્થ્ય અને આજીવિકા જોડેલી છે, એ કુદરત અને માનવ જીવન વચ્ચેના સૌહાર્દના ઊંડા સંબંધનું પ્રતિબિંબ છે.

આવતીકાલે જ્યારે તમે ચોમાસાની મોળી મોસમમાં બજારમાં જઈને આ ભાજી જુઓ ત્યારે યાદ રાખજો – આ માત્ર એક ભાજી નથી, પણ ગીરની ધરતીની પવિત્ર અને ઔષધિય ભેટ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande