વલસાડ પાલિકા દ્વારા બિસ્માર માર્ગોની મરામત કામગીરી હાથ ધરાઈ
વલસાડ, 8 જુલાઈ (હિ.સ.)-રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને અવરજવરની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે રોડ રસ્તા રીપેરીંગની
Valsad


વલસાડ, 8 જુલાઈ (હિ.સ.)-રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને અવરજવરની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વહીવટી તંત્રને આદેશ અપાયા છે, જેના ભાગરૂપે વલસાડ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની મરામત કામગીરી હાથ ધરાઈ છે.

વલસાડ નગરપાલિકાની હદમાં કુલ ૧૨૩.૯૭ કિમી રસ્તાઓ છે. જેમાંથી ચાલુ ચોમાસા દરમિયાન ૨૫.૨૫ કિમી રસ્તાઓને નુકસાન થયું હતુ. કુલ ૨૫.૨૫ કિમી નુકસાન થયેલા રસ્તાઓમાંથી ૨૦.૨૦ કિમી (આશરે ૮૦%) પર GSB અને કોલ્ડમિક્સ પેચ વર્કનો ઉપયોગ કરીને સમારકામ કરવામાં આવ્યું છે. બાકીના રસ્તાઓ (આશરે ૫.૦૫ કિમી) પર સમારકામ હાલમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ રસ્તાની મરામત કામગીરી પણ પૂર્ણ કરાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande