પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.) : હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે આ સીઝનમાં પોરબંદરના જુગારીઓ “આવરે વરસાદ'ને બદલે “આવરે પોલીસના સુર લગાવે છે અને પોલીસ પણ તે સૂર સાંભળી દરોડો પાડી જુગારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં અચકાતા નથી ત્યારે રાણાવાવ પોલીસે તાજેતરમાં જામનગર ચોકડી પાસેથી વરલી મટકાના જુગાર રમતા બે ઈસમોને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
રાણાવાવ પોલીસ મથકના પી.આઈ. તળાવિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે જામનગર ચોકડી પાસે બે ઈસમો વરલી મટકાનો જુગાર રમે છે જે આધારે પોલીસે સ્થળે પહોંચી મજહરખાન લોઘી અને વિનોદ નાગર નામના બે ઈસમોને વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડ રકમ 10,160 કબ્જે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya