સુરત, 9 જુલાઈ (હિ.સ.)- વડાપ્રધાન દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘરબેઠા મળી રહે તે માટે દેશ-રાજ્યવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ’ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચારણી પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પનો કુલ ૬૪૮ લોકોએ લાભ લીધો હતો.
ચારણી પ્રા.શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં ચારણી, બીજલવાડી, કાલીજામણ, સાદડાપાણી, સરવાણફોકડી, અને વેલાવીના ૬૪૮ ગ્રામજનોએ જાતિના દાખલા, આધાર કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, મનરેગા, પોષણ વાટિકા, માતૃવંદના સહિતની યોજનાઓના લાભો લીધા હતા.
આ પ્રસંગે તા.વિ.અધિકારી છાનાભાઈ કોલચા, સરપંચ સવિતાબેન ઉત્તમભાઈ, ઉપસરપંચ મહેન્દ્રભાઇ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે