પાટણમાં સગીરાને છેડતી અને ધમકી આપનાર સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો
પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણના હર્ષનગર સોસાયટીમાં રહેતા સંજય મહેન્દ્રભાઈ રાણા સામે એક સગીરાએ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. પાટણ એ ડિવિઝન પોલીસે આ મામલે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપા
પાટણમાં બે વૃદ્ધોના મોબાઇલ ચોરીના બનાવ, 14,000 રૂપિયાનું નુકસાન


પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણના હર્ષનગર સોસાયટીમાં રહેતા સંજય મહેન્દ્રભાઈ રાણા સામે એક સગીરાએ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. પાટણ એ ડિવિઝન પોલીસે આ મામલે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે 4 જુલાઈ, 2025ના રોજ બપોરે અઢી વાગ્યે સંજય રાણાએ તેનો પીછો કર્યો હતો. આરોપી વારંવાર પીછો કરીને બોલાવવાનો પ્રયાસ કરતો અને બિભત્સ માંગણીઓ કરતો હતો.

સગીરાએ આરોપી સાથે વાત કરવાની ના પાડી તો તેણે સગીરાને અને તેના નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈને પોલીસે IPC કલમ 75(2), 78(2), 351(3) અને પોક્સો એક્ટની કલમ 11(1), 11(4) તથા 12 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande