ભાવનગર 9 જુલાઈ (હિ.સ.) : ભાવનગર મહાનગર વોર્ડ નં-6 ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આયોજીત કેમ્પમાં ઉપસ્થિત રહી વડીલોના આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવામાં મદદ કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં-6 ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક વડીલ નાગરિકો માટે આયુષ્માન વય વંદના યોજનાની નોંધણી માટે સહાય કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય હેતુ વયવૃદ્ધ નાગરિકોને આરોગ્ય સેવાઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ લાભો સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવો રહ્યો.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં વડીલોએ હાજરી આપી હતી અને કાર્યકર્તાઓએ તેઓના દસ્તાવેજોનું ચકાસણ અને નોંધણી કાર્યમાં પુર્ણ સહયોગ આપ્યો. આયુષ્માન વય વંદના કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય સેવા માટે મફત સારવાર તેમજ વિવિધ આરોગ્યલક્ષી લાભોની સુવિધા ઉપલબ્ધ થશે.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉમંગભેર સેવા આપી અને સમાજની સેવામાં સતત પ્રતિબદ્ધ રહેવાના સંકલ્પ સાથે કાર્ય કર્યું. આ પ્રકારના કેમ્પો લોકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા માટે અત્યંત લાભદાયી પુરવાર થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek