રાજકોટ શહેરના વોર્ડ નં- 7 ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ 9 જુલાઈ (હિ.સ.) : આજરોજ રાજકોટ ખાતે પેકવેલ ગ્રુપના ચેરમેન અને વોર્ડ નંબર ૦૭ ના પ્રભારી ધ્રુવ રાજાના જન્મ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન શિબીરનું આયોજન કરાયું, રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્
રાજકોટ શહેરના વોર્ડ નંબર 7 ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું


રાજકોટ 9 જુલાઈ (હિ.સ.) : આજરોજ રાજકોટ ખાતે પેકવેલ ગ્રુપના ચેરમેન અને વોર્ડ નંબર ૦૭ ના પ્રભારી ધ્રુવ રાજાના જન્મ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે મહારક્તદાન શિબીરનું આયોજન કરાયું, રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. આજરોજ રાજકોટ ખાતે પેકવેલ ગ્રુપના ચેરમેન તથા વોર્ડ નં. ૦૭ના પ્રભારી ધ્રુવ રાજાના જન્મદિવસ નિમિત્તે એક સારા કાર્યનો ભાગરૂપે “મહારક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના કલ્યાણ માટે રાખવામાં આવી હતી.

શિબિરમાં ધ્રુવ રાજા ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું માન-સન્માન કર્યું અને તેમને પ્રોત્સાહન આપ્યું. તેમણે રક્તદાનના મહત્વ અંગે માહિતી આપી અને કહ્યું કે થેલેસેમિયા જેવી બીમારીઓમાં નિયમિત રક્તદાન જીવન બચાવનારી પ્રક્રિયા બની રહે છે.

શિબિર દરમિયાન અનેક લોકોએ સ્વેચ્છાથી રક્તદાન કર્યું અને સમાજ માટે પોતાનું ફરજભાન દર્શાવ્યું. પેકવેલ ગ્રુપની તરફથી આરોગ્યક્ષેત્રે આવા યોગદાનના પ્રયાસો ભાવિમાં પણ ચાલુ રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

આ માનવતાભર્યા કાર્યક્રમના માધ્યમથી નાની ઉમરના બાળકોએ જીવદાયિ રક્ત પ્રાપ્ત કર્યું, અને ધ્રુવ રાજાના જન્મદિવસે એક સાચો સૌમ્ય સન્માનરૂપ કાર્ય શક્ય થયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande