વરસાદ બાદ ભુજના નર નારાયણ નગરમાં મગરના આંટાફેરા !
ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન સતત વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન મુખ્ય રાજમાર્ગો સહિત પાણી ભરાયા હતા. જોકે નરનારાયણ નગર વિસ્તારમાં મગરનું બચ્ચું ફરતું હોવાનો વીડિયો વાયરલ થતાં રહેણાક વિસ્તારના લોકોમાં ચિંતા ઉભી થઇ હતી.
નર નરાયણ નગરની શેરીમાં ફર્યું મગરનું બચ્ચું

ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન સતત વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન મુખ્ય રાજમાર્ગો સહિત પાણી ભરાયા હતા. જોકે નરનારાયણ નગર વિસ્તારમાં મગરનું બચ્ચું ફરતું હોવાનો વીડિયો વાયરલ થતાં રહેણાક વિસ્તારના લોકોમાં ચિંતા ઉભી થઇ હતી.

એક સમયે ભુજના જે વિસ્તારમાં 23 કૂવા હતા અને તેમાંથી વહેતું વરસાદી પાણી શહેરના મુખ્ય તળાવ હમીરસરમાં પહોંચતું હતું તે ભાગો હવે રહેણાક વિસ્તાર બની ગયા છે. પરિણામે સોસાયટી વિસ્તાર એકધારા બે ઇંચ વરસાદમાં પણ જળબંબાકાર થાય છે. આવામાં મંગળવારે રાત્રે શહેરના એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલા નર નારાયણ નગરની શેરીઓમાં મગરનું બચ્ચું ફરતું હોવાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં કૂતુહલ ફેલાયું હતું.

દર વર્ષે જળભરાવની સમસ્યા:

મગરનું બચ્ચુ રાત્રીના શેરીઓમાં ફર્યું હતું. ત્યારબાદ નજીકમાં ભરાયેલા વરસાદી પાણીમાં જતું રહ્યું હતું. મગર નીકળ્યો હોવાની વાત વીડીયોના માધ્યમથી વહેતી થતાં રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો છે. કારણ કે, આ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાતા હોય છે. લોકોની સંખ્યાબંધ રજૂઆતો છતાં પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિરાકરણ નથી આવતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA

 rajesh pande