ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ માંડવી
સુરત, 9 જુલાઈ (હિ.સ.)-ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત માંડવી તાલુકાના જુનવાણ પ્રા.શાળા ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં સરકારી યોજનાઓના ઘરઆંગણે લાભ એનાયત કરવા માટે કેમ્પ યોજાયો હતો. ગ્રામજનોને સ્થાનિક સ્તરે જ વિવિધ યોજનાઓનો લાભ,
Surat


સુરત, 9 જુલાઈ (હિ.સ.)-ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત માંડવી તાલુકાના જુનવાણ પ્રા.શાળા ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં સરકારી યોજનાઓના ઘરઆંગણે લાભ એનાયત કરવા માટે કેમ્પ યોજાયો હતો. ગ્રામજનોને સ્થાનિક સ્તરે જ વિવિધ યોજનાઓનો લાભ, યોજનાકીય માર્ગદર્શન મળી રહે તે હેતુસર સ્ટોલ્સ ઉભા કરાયા હતા.

કેમ્પમાં ૧૧ ગામોના ૭૬૫ જરૂરીયાતમંદ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો, જેમાં આધારકાર્ડ-૭૬, આયુષ્યમાન કાર્ડ-૨૮, પીએમજનધન-૩૨, પીએમ સુરક્ષા યોજના-૩૨, પીએમજીવન જયોતિ વિમા-૩૨, સિકલસેલ તપાસ-૪૪, રેશનકાર્ડ અરજી-૨૨ તથા જાતિ અંગેના દાખલા-૯ લાભાર્થીઓએ લાભો અને પ્રમાણપત્રો મેળવ્યા હતા.

કલેક્ટરએ આરોગ્ય, ખેતીવાડી, મહિલા અને બાળ વિકાસ, પુરવઠા, આધાર સર્વિસ, બેન્કીંગ સ્ટોલની મુલાકાત લઇ અધિકારી-કર્મચારીઓ અને લાભાર્થીઓ પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર અને કર્મચારીઓ, સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande