પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં અમૃત 2.0 યોજના અંતર્ગત માખણિયા STP પ્લાન્ટથી સિંચાઈની કેનાલ સુધી ટ્રીટેડ પાણીના નિકાલની યોજના આગળ વધી રહી છે. આ માટે પાટણ નગરપાલિકાએ સિંચાઈ પેટા વિભાગને મંજૂરી માટે પત્ર મોકલ્યો છે.
હાલમાં માખણિયા ઓક્સિડેશન પોન્ડના તળાવો ઓવરફ્લો થવાથી આજુબાજુના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે સિંચાઈ વિભાગ પાસેથી ઝડપી NOC મેળવવાની તાતી જરૂર છે, જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય.
માખણિયા STP પ્લાન્ટથી સિંચાઈની કેનાલ સુધી ઓવરફ્લો પાઇપલાઇન નાખવાની કામગીરી GUDC દ્વારા કરવામાં આવશે. સિંચાઈ વિભાગ પાસેથી NOC મળ્યા બાદ જ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર