તા.૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન લઘુ શિબિર, સાસુ-વહુ મિટીંગ સહિતના કાર્યક્રમો યોજાશે
ગીર સોમનાથ, 9 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાના માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય
તા.૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન લઘુ શિબિર, સાસુ-વહુ મિટીંગ સહિતના કાર્યક્રમો યોજાશે


ગીર સોમનાથ, 9 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાના માર્ગદર્શન હેઠળ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમ “માં બનવાની ઉમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” રાખવામાં આવી છે.

આ થીમ અંતર્ગત લઘુ શિબિર, સાસુ વહુ મીટીંગ, સ્વસહાય જૂથો, આંગણવાડી વિભાગ, પંચાયતી રાજ સંસ્થાઓ સહિતની મિટીંગ યોજાશે. જેમાં કુટુંબ નિયોજન કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ, સગર્ભાની યોગ્ય દેખભાળ વ્યવસ્થા, બે બાળક વચ્ચે અંતરના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande