ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા, 62 નવનિયુક્ત ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને નિમણુક ઓર્ડર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી એમ. પી બોરીચા સાહેબ તથા રાજેશભાઈ ડોડીયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા ઉચ્ચ. મા શિક્ષક સંઘના પ્રમુખ કાળુસિંહ ડોડીયા મહામંત્રી સોલંકી દ્વારા શિક્ષકોના મોં મીઠા કરાવી, નિમણુક ઓર્ડર આપવામાં આવ્યા હતા.
આ તકે કાળુસિંહ ડોડીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન માં નવનિયુક્ત ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને આજથી નવી જિંદગી ની શરૂઆત કરી શાળા માં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત બની સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે પૂરી નિષ્ઠા થી ફરજ નિભાવવા અને રાષ્ટ્ર નિર્માણ માં સહયોગી બનવા આહવાન કર્યુ હતું.જ્યારે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલા પારદર્શક અને ઉત્કૃષ્ટ કામગીરીની પણ સરાહના કરી સમગ્ર અધિકારીઓનો આભાર માન્યો હતો તથા જિલ્લા શિક્ષક સંઘ પણ, તમારા માટે સતત સક્રિય બની મદદ માટે તત્પર રહેશે એવી હૈયા ધારણ આપી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ