જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ
ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે નિવાસી અધિક કલેકટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા હોટેલ, ફૂડ ઝોન વગેરે જેવી ઔદ્યોગિક સંસ્થાઓમાંથી રેસ્ક્યૂ કરાયેલા બાળક
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે


ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે નિવાસી અધિક કલેકટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી.

આ મિટિંગમાં સરકારી શ્રમ અધિકારીની કચેરી દ્વારા હોટેલ, ફૂડ ઝોન વગેરે જેવી ઔદ્યોગિક સંસ્થાઓમાંથી રેસ્ક્યૂ કરાયેલા બાળકોની વિગતો રજૂ કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટરએ બાળકો અને તરુણોને કામે રાખનાર સંસ્થા માલિક સામે કાયદેસરની કાર્યવાહી સઘન બનાવવા માર્ગદર્શિત કર્યા હતાં.

જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા મુક્ત કરાવેલ બાળકો તથા તેમના માતા પિતા વાલીઓને વિવિધ યોજનાઓની જાણકારી આપવા અને પાત્રતા ધરાવતી યોજનાઓના લાભ આપવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી બાળ શ્રમયોગી પ્રથા નાબૂદ કરવા માટે કલેક્ટરના અધ્યક્ષ હેઠળ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે

શ્રમયોગી ટાસ્કફોર્સની દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન જો કોઈ બાળક અથવા તરુણ ધ્યાને આવે તો તેનું રેસ્ક્યુ કરી અને બાળ સંરક્ષણ ગ્રુપમાં મોકલવામાં આવે છે.

રેસ્ક્યુ કરાયેલા બાળકોના પુનર્વસન માટે તથા તેમના વાલીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે અંગે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. બાળકો તથા તેમના વાલીઓનો સંપર્ક કરી અને વધુમાં વધુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લે તેવા પ્રયત્નો કરવામાં આવે છે

આ મિટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકા પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન.બરૂઆ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ સહિત રોજગાર, નગરપાલિકા, ઉદ્યોગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande