ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) તાલાલા તાલુકાના માલજીંજવા આરોગ્ય મંદિર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. નગ્મા સિકંદરભાઈ મામટી દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારની ૫૩ સગર્ભા મહિલાઓની તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મામલજીંજવા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે આ કેમ્પ યોજાયો હતો. જેમાં સગર્ભા મહિલાની સંપૂર્ણ એએનસી તપાસ, લોહીની તપાસ અને જરૂરી દવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં માલજીજવા, ઘુસિયા, ઉમરેઠી અને ગાભા સહિતના ગામોમાંથી ૫૩ જેટલી સગર્ભા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ મેડિકલ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સાંભળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાનો છે. આ કેમ્પમાં ધાવા પીએચસીની ટીમ અને ખીલખીલાટની ટીમ સહભાગી બન્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ