જવાહર નવોદય વિદ્યાલયના ધો.6માં પ્રવેશ મેળવવા ઈચ્છુક અમદાવાદ જિલ્લાના વિધાર્થીઓ તા.29 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે
ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં હાથીજણ ખાતે આવેલ જવાહર નવોદય વિધાલય (JNV)માં ધો.6 (2026-27)માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓ જવાહર નવોદય વિધાલય સિલેક્શન ટેસ્ટ (JNVST) માટે તા.29 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વિધાર્થીઓ પ્રવેશ મેળવ
જવાહર નવોદય વિદ્યાલય


ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં હાથીજણ ખાતે આવેલ જવાહર નવોદય વિધાલય (JNV)માં ધો.6 (2026-27)માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓ જવાહર નવોદય વિધાલય સિલેક્શન ટેસ્ટ (JNVST) માટે તા.29 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

વિધાર્થીઓ પ્રવેશ મેળવવા માટે http://navodaya.gov.in અથવા cbseitms.racil.gov.in/nvs લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.

આ ઉપરાંત વધુ માહિતી મેળવવા વિધાલયના હેલ્પ ડેસ્ક નંબર 9773124749 પર ફોન લગાવીને જાણકારી મેળવી શકશે.

અમદાવાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જે-તે વિધાર્થી અમદાવાદ જિલ્લાના રહેવાસી હોવા જોઈએ તથા જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં હાલ ધો.5માં અભ્યાસ કરતો હોવો જોઈએ તો જ પ્રવેશ પરીક્ષા માટે વિધાર્થી યોગ્ય ગણાશે. વધુમાં વિધાર્થી ધો.3 અને 4માં પણ સરકારી કે સરકાર માન્ય શાળામાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવો જોઈએ અને પાસ હોવો જોઈએ. આ સાથે વિદ્યાર્થીનો જન્મ તા. 01/05/2014 પહેલાં અને 31/07/216 પછી જન્મ ન હોવો જોઈએ તેવું આચાર્ય જવાહર નવોદય વિધાલય, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande