પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.) : સામાન્ય રીતે ચોમાસમા વાદળો ફાટવાની ઘટના બનતી હોય છે. પરંતુ પોરબંદરમા વિવાદનો વાદળ ફાટયુ હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદર મનપા દ્રારા વેરો વધારો કરવામા આવતા વિરોધનો વંટોળ ઉઠયો હતો તેને ઠારવા માટે અંતે ભાજપના આગેવાનોને મેદાને આવી પડયુ તો કોગ્રેસ અને આપ દ્રારા ભાજપ પર પ્રહારો કરવામા આવ્યા આવા સમયે ઉદ્યોગોને લઇ પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ કરેલા નિવેદનને પ્રજા અને વિપક્ષે વખોડયુ અને પ્રહારો કર્યા હતા. જેને પગલે પણ ભાજપની મુશ્કેલી વધી હતી તો પોરબંદરના કોસ્ટલ એરીયાના ગામોના ખેડુતોને પીજીવીસીએલના કોસ્ટલ ડિવીઝનમાંથી બગવદર ડિવીઝનમાં સમાવેશ કરતા આ વિસ્તારના ખેડુતોઅને શાશક પક્ષ આક્રોશ ઠાલવ્યો હતો, તો પોરબંદરના રોકડીયા હનુમાન આસપાસની સોસાયટી અને રાજીવનગર સહીતના વિસ્તારોમાં ચોમાસાના સમયમેં કાદવ કિચડનુ સમ્રાજયને લઈ સ્થાનિકોમા રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરની જનતા જાગૃત બની હોય તેવુ લાગી રહ્યુ છે.
સોશ્યલ મીડિયામા શાશક પક્ષ પર રાજકીય મહાનુભાવોની સાથે મનપા સામે પણ આક્રોશ ઠાલવી રહ્યા છે. હાલ તો પોરબંદરમા વિવાદોનુ આભ ફાટયુ છે. તેમા કોણ ડુબે છે . અને ઉગરી જશે તેને લઈ પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તો શાશક પક્ષ માટે પણ મનોમથંન જરૂરી બની ગયુ હોવાનુ બુધ્ધિજીવી વર્ગ માની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya