પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.) : પોરબંદર તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો ખાતે હાલની ચોમાસાની સિઝનને ધ્યાને લઈને વાહકજન્ય રોગો ન ફેલાય તે માટે પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.પોબંદર તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો ખાતે હાલની ચોમાસાની સિઝનને ધ્યાને લેતા વાહક જન્ય રોગો જેવા કે મલેરીયા, ડેન્ગ્યુ તથા ચીનકનગુનીયા અટકાયતી કામગીરીના ભાગરૂપે આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનો દ્વારા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે તથા વાહકજન્ય રોગોથી બચવા માટેના ઉપાયો વિષે લોકોને આરોગ્ય શિક્ષણ તથા જાણકારી આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya