સરખેજ ગાંધીનગર હાઇવે પર, વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓને તાકીદે રિપેર કરાયા
ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે
સરખેજ ગાંધીનગર હાઇવે પર વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓને તાકીદે રિપેર કરાયા


સરખેજ ગાંધીનગર હાઇવે પર વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓને તાકીદે રિપેર કરાયા


ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ અને ગાંધીનગર પેટા વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરખેજ ગાંધીનગર હાઇવે પર અલગ અલગ સ્થળોએ વરસાદના કારણે ક્ષતિ પામેલા રસ્તાઓ પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ ગાંધીનગરની ટીમો દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર ચિલોડા ગાંધીનગર સરખેજ રસ્તા પર સર્વિસ રોડ પેવ્ડ શોલ્ડર સાથે સિક્સ લેનની કામગીરી ચાલુ છે, જેમાં ભારે વરસાદના લીધે કેટલાંક સ્થળોએ માર્ગોને નુકસાની થવા પામી હતી. અલગ અલગ સ્થળોએ હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

આ કામગીરીમાં જેસીબી, રોલર, ડમ્પર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 147 પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande