ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના જન્મદિવસે દિવ્યાંગો માટે સેવા યજ્ઞ યોજાશે
પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : નરેશ પટેલના 60મા જન્મદિવસની ઉજવણીને સેવાયજ્ઞમાં રૂપાંતરિત કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશ પટેલના મિત્રમંડળ દ્વારા ગુજરાતભરના મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે સેવાકીય
નરેશ પટેલના જન્મદિવસે દિવ્યાંગો માટે સેવા યજ્ઞ


પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : નરેશ પટેલના 60મા જન્મદિવસની ઉજવણીને સેવાયજ્ઞમાં રૂપાંતરિત કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશ પટેલના મિત્રમંડળ દ્વારા ગુજરાતભરના મનોદિવ્યાંગો અને દિવ્યાંગોના કલ્યાણ માટે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

તા. 11 જુલાઈના રોજ પાટણ જિલ્લાના ખોડલધામ સમિતિ દ્વારા પાટણની બહેરા-મૂંગા શાળાના 75 બાળકોને બેડ શીટ અને મિષ્ઠાન્ન નાસ્તાનું વિતરણ કરાશે. આ કાર્યક્રમ સંડેર ખાતે નિર્માણ પામતાં શ્રી ખોડલધામ મંદિર નજીક યોજાશે. સમિતિના કન્વીનર દૈવત પટેલે જણાવ્યું છે કે આ સેવાકીય પ્રવૃત્તિમાં તમામ સભ્યો અને નરેશ પટેલના શુભેચ્છકોને સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષથી નરેશ પટેલના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા રહ્યા છે, જે સમાજપ્રેમ અને સમર્પણની પરંપરા બતાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande