ભાવનગર, 9 જુલાઈ (હિ.સ.) ભાવનગરમાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ
ભાવનગર જિલ્લામાં મૉન્સૂન સિઝનને ધ્યાનમાં રાખી વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ઝુંબેશ અંતર્ગત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એબેટ દવા દ્વારા પાણીના સંગ્રહસ્થાનોમાં લાર્વાની વૃદ્ધિ રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમજ મચ્છરદાની વિતરણ, ઘરો અને ખુલ્લી જગ્યાઓમાં જંતુનાશક દવાઓની છંટકાવ જેવી કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ નાગરિકોને અપીલ કરી છે કે તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી કે શરીરમાં દુખાવાના લક્ષણો જણાય ત્યારે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો અથવા દવાખાનાનો સંપર્ક કરો. સમયસર સારવાર જીવન બચાવી શકે છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ BEFORE DISEASE STARTS, PREVENT IT છે – એટલે કે બીમારી પથરાય એ પહેલાં જ તેના રોકથામના પગલાં લઈ શકાઇ.
નાગરિકોનો સહકાર મળવાથી જ આરોગ્ય વિભાગના પ્રયાસો સફળ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek