રાધનપુરમાં નગરપાલિકાની બેદરકારીથી વેપારીઓ મુશ્કેલીમાં
પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : રાધનપુર શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાએ સ્થાનિક વેપારીઓને મુશ્કેલીમાં મૂક્યા છે. રાજગઢી વિસ્તારમાં વેપારીઓ જાતે ગટરની સફાઈ કરવા મજબૂર બન્યા છે, કારણ કે પાલિકાની કામગીરી પૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં રોડ-ર
રાધનપુરમાં નગરપાલિકાની બેદરકારીથી વેપારીઓ મુશ્કેલીમાં


પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : રાધનપુર શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાએ સ્થાનિક વેપારીઓને મુશ્કેલીમાં મૂક્યા છે. રાજગઢી વિસ્તારમાં વેપારીઓ જાતે ગટરની સફાઈ કરવા મજબૂર બન્યા છે, કારણ કે પાલિકાની કામગીરી પૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં રોડ-રસ્તા, ગટર અને સફાઈ સંબંધિત પ્રશ્નો ગંભીર બની ગયા છે. આ પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે અને નાગરિકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

વેપારીઓએ નગરપાલિકાની અનિયમિતતા અને મૂડીવાદી વિચારધારાની નિંદા કરતા વિરોધ નોંધાવ્યો છે. તેમણે પોસ્ટરો લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને તંત્રની બેદરકારી સામે જાતે જ પગલાં લેવા મજબૂર બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande