વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.): વડોદરાના બિલ અર્બન રેસીડેન્સી ખાતે રહેતા અને ટાયર કંપનીમાં જુનિયર સુપરવાઇઝર તરીકે કામ કરતા દિલીપભાઈ બાબુભાઈ પરમારે અટલાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તેમના માતા જશોદાબેનને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવાની ઇચ્છા હતી. આ દરમિયાન આરોપી મિતલબેન કાર્તિક સ્વામી સાધુ, રહે શિવાલય રેસીડેન્સી, ગોત્રી,એ જણાવ્યું કે “વુડા”ની ઓફિસમાં તેની ઓળખાણ છે અને ડ્રોમાં રિજેક્ટ થયેલા મકાનો ફાળવી આપી શકે છે.
આ વિશ્વાસમાં આવી, દિલીપભાઈ અને અન્ય લોકોથી કુલ 8.30 લાખ રૂપિયા લીધા છતાં મકાન ન આપતા છેતરપિંડીનો ભોગ બન્યા. પોલીસએ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે