પોરબંદર જીલ્લામાં , ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ' શરૂ કરાયો.
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સારા વરસાદને પગલે ખરીફ પાકોનું મોટા ભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતો દ્વારા ખાતરની ખરીદીમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો
પોરબંદર જીલ્લામાં , ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ' શરૂ કરાયો.


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સારા વરસાદને પગલે ખરીફ પાકોનું મોટા ભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે ખેડૂતો દ્વારા ખાતરની ખરીદીમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ વિસ્તારોમાં દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ 'કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ રૂમ કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારે 8.00કલાકથી સાંજના 8.00 કલાક સુધી કાર્યરત રહેશે. રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડી.એ.પી.,એન.પી.કે. વગેરેની ખરીદીમાં અને અન્ય પ્રકારની ખેત સામગ્રી, ખાતરોનું ફરજીયાત ખરીદી કરવા દબાણ કરવામાં આવે તો તેની રજુઆત પણ કંટ્રોલ રૂમમાં કરી શકાશે.

વધુમાં, જિલ્લામાં ખાતરની અછત જેવી કોઈ બાબત નથી, જેથી કરીને દરેક ખેડુતોએ ખોટી અફવામાં ધ્યાન આપવું નહી. હાલમાં જરૂરીયાતથી વધારે બીન જરૂરી જથ્થો ખરીદી કે સંગ્રહ ન કરવા પણ તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે.આ ઉપરાંત, ખાતરની રજુઆત કે ફરીયાદ નિવારણ માટે પોરબંદર જિલ્લામાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, રુમ નંબર.22, જીલ્લા સેવા સદન-2, પોરબંદર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે જેના નંબર 0286 2222053 છે. ભારત સરકાર દ્વારા પણ ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ કંટ્રોલ રૂમ નંબર 011 23074707 પણ જાહેર કર્યો છે. તેમજ આવી રજુઆત તાલુકા કક્ષાએ પણ સબંધિત તાલુકાના ખેતી અધિકારીને કરવા નાયબ ખેતી નિયામક (વિ) ની એક નોંધમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande