પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરની યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળા, વનાણા ખાતે સ્વાતંત્રય દિન હર ઘર તિરંગા નિમિતે આજરોજ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તીરંગા યાત્રામાં શાળાના ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાના માધ્યમથી શાળાની આસપાસના વિસ્તારમાં જનજાગૃતી ફેલાવવાનો સુદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. યાત્રામાં રાષ્ટ્રભક્તિનાં નારા લગાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્ર દેવો ભવ: નો પ્રચાર કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તીરંગા યાત્રાને લઈને દરેક સહભાગીમાં ઉત્સાહ જોવા મળયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya