સૌરભ વિદ્યાલય માં વર્ષ 2010 માં પાસ આઉટ થયેલા, તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન
મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) સૌરભ વિદ્યાલય માં વર્ષ 2010 માં પાસ આઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન સમારોહ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2010 ની બેચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેઓ અત્યારે કયા ક્ષેત્રમાં આગળ છે
સૌરભ વિદ્યાલય માં વર્ષ 2010 માં પાસ આઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન


મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) સૌરભ વિદ્યાલય માં વર્ષ 2010 માં પાસ આઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન સમારોહ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 2010 ની બેચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેઓ અત્યારે કયા ક્ષેત્રમાં આગળ છે અને પોતાના રોજિંદા કામોમાંથી એક દિવસ સ્કૂલની યાદોમાં ખોવાવાનો એક અનેરો મોકો જે તમામ વિદ્યાર્થીઓએ માણ્યો હતો.

સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો.

15 વર્ષ પછી એકઠા થયેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ભાવવિભોર થઈ ગયા હતા.

15 વર્ષ પછી વિદ્યાર્થીનીઓ એકબીજાને ભેટીને શુભકામનાઓ પાઠવી હતી.

સ્નેહ મિલનનો મુખ્ય હેતુ એ હતો કે, 2010 ની સાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરીને આગળ પોતાની કારગીલથી બનાવવા માટે છૂટા પડ્યા હતા અને તે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે અને કોણ પોતાની કારગીરી અને કેરિયરમાં આગળ છે જેની જાણકારી મેળવી અને એકબીજાને મદદરૂપ થઈ શકે તે માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોકરી રોજગાર તથા ધંધા માટે વિદ્યાર્થીઓ એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મદદરૂપ થઈ શકે તેવા પ્રયત્નો ના ભાગરૂપે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સિપાલ પૂર્વ શિક્ષણ ગણ તથા હાલના કાર્યરત પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરભ વિદ્યાલય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મંત્રી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.

સતત છ મહિનાથી 15 વર્ષ પહેલા વિખુટા પડેલા વિદ્યાર્થી મિત્રોને એકઠા કરીને સ્નેહમિલન નું અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આપને મિલન કાર્યક્રમમાં વર્તમાન સમયમાં કોઈ વિદ્યાર્થી પોતાનો બિઝનેસ કરી રહ્યા છે તો કોઈ વિદ્યાર્થી કોઈ સરકારી સારી પોસ્ટ ઉપર છે. કોઈ વિદ્યાર્થી પોતાનો વારસાગત બિઝનેસ સંભાળી રહ્યા છે. તો કોઈ વિદ્યાર્થી શિક્ષક તથા પ્રોફેસર પણ બની ચૂક્યા છે.

ઘણા વિદ્યાર્થીઓ પોતાના બાળકોને પણ લઈને આવ્યા હતા.

આ સ્નેહ મિલન નું સમગ્ર આયોજન સોલંકી મહેશસિંહ, પટેલ દીપેમ, રાજગોર પાર્થ, ઝાલા કરણસિંહ જેવો 2010 વર્ષના વિદ્યાર્થીઓ છે જેઓએ આ ભવ્ય આયોજન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande