શંખેશ્વર-દશાડા હાઈવે પર ઈકો ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)પાટણ અને રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વાહનચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને ખાનગી બાતમી મળી કે સફેદ ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે,
શંખેશ્વર-દશાડા હાઈવે પર ઈકો ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો


પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)પાટણ અને રાધનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વાહનચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને ખાનગી બાતમી મળી કે સફેદ ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે, જે સમીથી શંખેશ્વર થઈ દશાડા તરફ જઈ રહી છે.

બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પટેલ સહિતનો સ્ટાફ પંચો સાથે રતનપુરા પાટીયા નજીક શક્તિ માતાજી મંદિર આગળ વોચમાં ગોઠવાયો. ઈકો ગાડી આવતા પોલીસે નાકાબંધી કરી રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવર અને સાથી બાવળની ઝાડીઓમાં નાસી ગયા.

ગાડીની તપાસ કરતાં 700 નંગ કંપની સીલબંધ દારૂની બોટલો અને બીયરના ટીન, કિંમત ₹2,32,118/-નો મુદ્દામાલ તથા ₹2,00,000/-ની ઈકો ગાડી સહિત કુલ ₹4,32,118/-નો મુદ્દામાલ જપ્ત કર્યો. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande