અમરેલી, 10 ઓગસ્ટ (હિ.સ.)
એક વ્યક્તિએ જાહેરમાં દારૂ પીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગાંધીચોક નજીક બસ સ્ટેન્ડ પાસે આ શખ્સ દારૂની પોટલી પીતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ ધારી ASP જયવીર ગઢવીએ ખાંભા પોલીસને તપાસ અને કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. હાલ પોલીસ આ શખ્સની શોધખોળ કરી રહી છે. આ વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai