પોરબંદરની કે.બી. જોશી કન્યા વિદ્યાલયમાં સ્વાતંત્ર્યતા દિન થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઇ
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરની કે.બી. જોશી કન્યા વિદ્યાલયમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા દિન થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં સ્વાતંત્ર્યતા દિનની થીમ આધારિત રંગોળી સ્પ
પોરબંદરની કે.બી. જોશી કન્યા વિદ્યાલયમાં સ્વાતંત્ર્યતા દિન થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઇ.

પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરની કે.બી. જોશી કન્યા વિદ્યાલયમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા દિન થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં સ્વાતંત્ર્યતા દિનની થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા ભરની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ કે.બી. જોશી કન્યા વિદ્યાલય છાંયા ખાતે પણ ધોરણ 9 થી 12 માં સ્વાતંત્ર્યતા દિવસની થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. શાળાના આચાર્ય દક્ષાબેન મંડેરા એ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યતા દિવસનું મહત્વ સમજાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande