પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગનું અવાર-નવાર આયોજન કરવામાં આવતું હોય છે એ ઉપરાંત અનેક આયામો પ્રકલ્પો દ્વારા ભાજપનો કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે એ અનુસંધાને પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક સુદામા ડેરીના વિશાળ મધ્યસ્થ ખંડમાં રાણાવાવ કુતિયાણા શહેર અને તાલુકા મંડલના તમામ શક્તિકેન્દ્ર સંયોજકો માટેની ખાસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ઉત્સાહ ભર્યા વાતાવરણ વચ્ચે પ્રારંભ થયેલા આ પ્રશિક્ષણ વર્ગનું વિધિવત ઉદધાટન જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, ડેરીના પૂર્વ ચેરમેન ભરતભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના ભરતભાઈ પરમાર અને ઉપસ્થિત ચારેય મંડલના પ્રમુખ મહામંત્રીઓ દ્વારા પ્રદેશ નિયુક્ત નિરીક્ષક હરેશભાઈ પરસાણાની ઉપસ્થિતિમાં થયું હતું. કુલ 5 સત્રમાં વિવિધ વક્તાઓએ વિષયનુસાર અનુક્રમે જિલ્લા યુવા પ્રમુખ લકીરાજસિંહ વાળા, પૂર્વ જિલ્લા મંત્રી પુંજાભાઈ ઓડેદરા,પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા ઉપરાંત ટેક્નિકલ સત્રમાં યુવા અગ્રણી નીરવભાઈ દવે અને જિ. મહામંત્રી અશોકભાઈ મોઢા ઉપરાંત ચર્ચા સત્ર દરમિયાન વર્ગને 4 ગ્રુપમાં ટીમ પાડી અલગ અલગ રીતે પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રવક્તા વિજયભાઈ થાનકીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં તેઓએ કાર્યકર્તા પાસે મુક્ત ચિંતન, મુક્ત અભિપ્રાય અને કોઈપણ સમસ્યાના સમાધાન માટે સકારાત્મક અભિપ્રાયો જાણ્યા હતા. આ રીતે શક્તિ કેન્દ્રના સંયોજકોને સંગઠનને લગતા અલગ અલગ મહત્વના વિષય જેવાકે શક્તિ કેન્દ્ર સંયોજકનું કર્તવ્ય, ભાજપની પંચનિષ્ઠા,વિચારધારા અને જનસંઘ થી ભાજપ સુધીનો સંઘર્ષ કાળ બાબતે કાર્યકરોને અવગત કરવામાં આવ્યા હતા ઉપરાંત માઇક્રોપ્લાનિંગ, પેજ સમિતિ, બુથ સમિતિ ને શક્તિ કેન્દ્ર દ્વારા કઈ રીતે મજબૂત બનાવી શકાય એ વિષય એ માંડીને સોશિયલ મીડિયા, સરળ એપ, નમો એપ નું મહત્વ જેવા વિષયો ઉપર અનુભવી વક્તાઓએ અર્થસભર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. છેલ્લા મહત્વના સમાપન સત્રમાં પ્રદેશ નિયુક્ત વક્તા વિજયભાઈ થાનકીએ સંબોધન માં પ્રશ્નોતરી સાથે કાર્યકર્તાઓને તેમની કાર્યપદ્ધતિ અને શક્તિ કેન્દ્ર સંયોજકોની ફરજ ઉપરાંત સંગઠનામક સંકલન અને સરકારની તમામ વિકાસ યોજનાઓ નો લાભ સામાન્ય માનવી સુધી કઈ રીતે પહોંચે કઈ રીતે તે બાબતે વિષદ છણાવટ કરી સમાપન સંબોધન કર્યું હતું. આ શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ મોડી સાંજે પૂર્ણ થયો હતો. આ વિશિષ્ઠ પ્રશિક્ષણ વર્ગની સફળતા માટે રાણાવાવ અને કુતિયાણા ભાજપની ટીમના હોદેદારો રામદેવભાઈ ઓડેદરા, લીલાભાઈ રાવલીયા, માલદેભાઈ ઓડેદરા, વીરાભાઈ મકવાણા, કિરીટભાઈ બાપોદરા અને મસરીભાઈ ખૂંટીએ જહેમત ઉઠાવી હતી. જ્યારે પોરબંદરથી કેતનભાઇ દાણી, સુરેશભાઈસિકોતરા, નિલેશભાઈ બાપોદરા અને અનિલભાઈ મોતીવારસ સહિત ના અગ્રણી એ આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રીબાબુ બોખીરીયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા આ પ્રશિણ વર્ગને શુભકામના આપવામાં આવી હતી અને તેમના દ્વારા દરેક શક્તિ કેન્દ્ર સંયોજકને શુભેચ્છાના પ્રતિક રૂપે ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya