વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.)- વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બનેલા ભયાનક અકસ્માતમાં રક્ષાબંધન માટે સુરત જતાં દંપતીનું મોત નિપજ્યું જ્યારે તેમનો 12 વર્ષનો પુત્ર ઘાયલ થયો છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના બિલ કેનાલ રોડ વિસ્તારના 41 વર્ષીય વિશાલ ભરત મિસ્ત્રી, તેમની 38 વર્ષીય પત્ની ચૈતાલી અને 12 વર્ષનો પુત્ર કિયાન રક્ષાબંધન ઉજવવા સુરત જઈ રહ્યા હતા. સરસવણી ગામ નજીક ઓવરટેક દરમિયાન તેમની કાર આગળ જતી બોલેરો પીકઅપ સાથે જોરદાર અથડાઈ.
ત્રણેયને પાદરા સરકારી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડૉક્ટરોએ વિશાલ અને ચૈતાલીને મૃત જાહેર કર્યા. ઇજાગ્રસ્ત કિયાનને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે