મોટા લીલીયાના નિલકંઠ સરોવરમાં કેમિકલ મળ્યાની આશંકા, તપાસની માંગ
અમરેલી ,10 ઓગસ્ટ (હિ.સ.)મોટા લીલીયાના નિલકંઠ સરોવરમાં કેમિકલ મળ્યાની આશંકા, તપાસની માંગ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામમાં આવેલ નિલકંઠ સરોવરમાં પાણીનો રંગ અચાનક બદલાઈ જતાં ગામજનોમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક નજરે એવું જણાઈ રહ્યું છે કે અજાણ્યા શખ્સે
મોટા લીલીયાના નિલકંઠ સરોવરમાં કેમિકલ મળ્યાની આશંકા, તપાસની માંગ


અમરેલી ,10 ઓગસ્ટ (હિ.સ.)મોટા લીલીયાના નિલકંઠ સરોવરમાં કેમિકલ મળ્યાની આશંકા, તપાસની માંગ

અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામમાં આવેલ નિલકંઠ સરોવરમાં પાણીનો રંગ અચાનક બદલાઈ જતાં ગામજનોમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક નજરે એવું જણાઈ રહ્યું છે કે અજાણ્યા શખ્સે સરોવરમાં કેમિકલ જેવો પદાર્થ ઠાલવ્યો હોવાની આશંકા છે. આ અંગે ગામના સરપંચને જાણ થતા મામલતદાર સહિત તંત્રને જાણ કરાઈ હતી. તંત્ર દ્વારા તરત જ સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

સરોવર ગામનું એક મહત્વનું જળસ્રોત છે અને પશુ-પક્ષી તેમજ સ્થાનિક લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. આવી સ્થિતિમાં પાણીમાં કોઈ પણ પ્રકારના કેમિકલના મિશ્રણથી પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.

સ્થાનિક રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટના ઇરાદાપૂર્વક કરવામાં આવી હોઈ શકે છે અને જવાબદાર વ્યક્તિઓને ઝડપી પકડી કડક પગલાં લેવા જોઈએ. ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા ઝડપી અને પારદર્શક તપાસ હાથ ધરી સરોવરને પ્રદૂષણમુક્ત કરવામાં આવે.

તંત્ર તરફથી પ્રાથમિક તબક્કે ચકાસણી શરૂ કરવામાં આવી છે અને તપાસના અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande