વડોદરા જિલ્લામાં આવેલ ફેક્ટરીમાં લાગી આગ ફાયર બ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળ પર .
વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોતીપુરા ગામે આવેલ ગરનીત પેપર ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર, આ આગના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ તકની
વડોદરા જિલ્લામાં આવેલ ફેક્ટરીમાં લાગી આગ ફાયર બ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળ પર .


વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોતીપુરા ગામે આવેલ ગરનીત પેપર ફેક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર, આ આગના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ તકનીકી ખામી અથવા ઇલેક્ટ્રિકલ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. આગ લાગતા જ ફેક્ટરીમાં ધુમાડાના ઘેરા ગોટાળા ફેલાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારમાં પણ ધુમાડાનો ઘેરો વાદળ દેખાયો હતો.

સ્થાનિક લોકોએ ઘટનાની જાણ તાત્કાલિક ડભોઇ ફાયર બ્રિગેડને કરી હતી, જેના આધારે ડભોઇ, બોડેલી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે તમામ ટીમો સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. આગ એટલી ભીષણ છે કે તેને કાબૂમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ફેક્ટરીમાં કાગળનું ઉત્પાદન થતાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ રહી છે અને તેને નિયંત્રણમાં લેવા માટે ફાયર ફાઇટર્સને ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં રહેનાર લોકોને સતર્ક રહેવા તથા ઘટનાસ્થળે ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે. આગથી કોઈ જાનહાની થઇ છે કે નહીં તે અંગે હજી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીનો મારો મારી આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસ પણ ટ્રાફિક તથા સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. ઘટનાસ્થળે તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. સત્તાવાર તપાસ બાદ જ આગના મૂળ કારણો અંગે સ્પષ્ટતા થશે, પરંતુ હાલ ગામ અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande