મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.): ઈટ રાઈટ મૂવમેન્ટ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહેસાણા દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ખેરાલુ તાલુકાની 61 જેટલી આંગણવાડીઓનું ફૂડ સેફ્ટી રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આંગણવાડીઓમાં નાના બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થાય, ખાદ્યસામગ્રીની ગુણવત્તા જળવાઈ રહે અને સ્વચ્છતા નિયમોનું પાલન થાય તે હેતુસર આ અભિયાન અમલમાં મૂકાયું છે. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી દિવસોમાં બાકીની આંગણવાડીઓનું પણ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવશે.
આ પગલું બાળકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR